SHOOTER
શુટર : શૂટર એ દરિયાઈ વાનસ્પતિક અને જંગલી વાનસ્પતિક અર્કમાંથી બનાવવામાં આવેલ એક ઉત્તમ પાક રક્ષક મિક્ષણ છે. પાકમાં આવતા પીળા ચુસીયા (થ્રિપ્સ) તથા કથિરીનો વિનાશ કરી પાકને તંદુરસ્ત રાખે છે.
પ્રમાણ : 15 મિલી થી 20 મિલી 15 લીટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.
પેકીંગ : 1 લી, 500 મિલી, 250 મિલી, 100મિલી
HUMORE
હ્યુમોર : હ્યુમોર એ હ્યુમિક એસિડ 95 ટકા (ઓર્ગેનિક) ફ્લેક્સ છે. હ્યુમોર છંટકાવ કે પાણી સાથે જમીનમાં આપવામાં આવે તો મૂળનો તથા પાકનો નાની અવસ્થાએ ઝડપથી વિકાસ થાય છે. હ્યુમોર એ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
પ્રમાણ : 10 ગ્રામ 15 લીટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.
પેકીંગ : 250 ગ્રામ, 100 ગ્રામ
SHERA-22
શેરા-22 : કૃષિ યુનિવર્સીટીના સંશોધનો અને પાકની જરૂરિયાત મુજબ એન.પી.કે. પછી ચોથા ક્રમનું પાકને જરૂરી તત્વ હોય તો તે સલ્ફર. શેર-22 એ જૈવિક સલ્ફર આધારિત પ્રવાહી છે. જે દરિયાઈ વનસ્પતિના ખજાનામાંથી પસંદ કરેલ છે.
પ્રમાણ : 60 મિલી થી 70 મિલી 15 લીટર પાણીમાં આપવું. 1/5 થી 2 લીટર એક એકર દીઠ આપવું.
પેકીંગ : 1 લી, 5 લી
STICK UP
સ્ટીક અપ : સ્ટિક અપ લાંબા અને કોસ્ટિક આધારિત એક ઉત્તમ સ્ટિકિન્ગ અને સ્પ્રેડીંગ એજન્ટ છે. જે કોઈપણ જંતુનાશક, ફુગનાશક, નિન્દામણનાશક તેમજ છોડ વૃદ્ધિ વર્ધક સાથે મિશ્રણ કરી છંટકાવ કરવાથી દવાને પર્ણ પર સંપૂર્ણ ફેલાવી ટકાવી રાખે છે.
પ્રમાણ : 8 મિલી થી 10 મિલી 15 લીટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.
પેકીંગ : 500 મિલી, 250 મિલી
FOLVEG
ફોલવેજ : ફોલવેજ એ વૃદ્ધિ વર્ધક હોર્મોન્સ, અળસિયાનું ખાતર તેમજ હર્બલ છોડના અર્કમાંથી બનાવેલ જૈવિક ઉત્પાદન છે. ફોલવેજને પાકની કોઈપણ અવસ્થામાં છંટકાવ કરવાથી વૃદ્ધિ અને ડાળીઓની સંખ્યા વધારે છે તેમજ પાકને તંદુરસ્ત રાખે છે.
પ્રમાણ : 40 મિલી થી 50 મિલી 15 લીટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.
પેકીંગ : 1 લી, 500 મિલી
TRICORD
ટ્રાઈકોર્ડ : ટ્રાયકોર્ડ એ જૈવિક ફુગનાશક છે. જે મગફળીની સફેદ ફૂગ તથા કપાસ અને એરંડાના મુળ ખાઈ અને શેરડી, જીરું, લસણના સુકારા માટે અત્યંત અસરકારક છે. ઉપરાંત શાકભાજી, ધરુ મૃત્યુ અને મુળના સડા, સુકારા માટે અસરકારક છે.
પ્રમાણ : 150 ગ્રામ ટ્રાઈકોર્ડ 15 લીટર પાણી સાથે અથવા 1 કિગ્રા ટ્રાઈકોર્ડ 40 કિગ્રા ગળતીયા ખાતર સાથે / એરંડા / લીંબોળી / રાઇડના ખોળ સાથે આપી શકાય.
પેકીંગ : 1 કિગ્રા, 5 કિગ્રા